અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે અંદાજિત 30 કરોડના ખર્ચે બની રહેલ નવીન બિલ્ડીંગની કામગીરીની ચકાસણી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા કરવામાં આવી. - At This Time

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે અંદાજિત 30 કરોડના ખર્ચે બની રહેલ નવીન બિલ્ડીંગની કામગીરીની ચકાસણી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા કરવામાં આવી.


ભિલોડાની કોટેઝ હોસ્પિટલની મુલાકાત લઈને,કોટેઝ હોસ્પિટલમાં વિવિધ વિભાગોની મુલાકાત દરમ્યાન દર્દીઓ તેમજ નાનાં બાળકોની માતાઓ સાથે સંવાદ કર્યો.
ગુજરાત રાજ્ય સરકારની સતત ચાલી રહેલી વિકાસની ગાથામાં આવતીકાલની પેઢીની ચિંતા કરી ચોક્કસ ધ્યેય સાથે સમગ્ર દેશમાં સ્વસ્થતાની દિશામાં દરેકને જોડવાની પહેલ કરી રહી છે.આદિવાસી વિસ્તારમાં અનેક યોજનાઓ થકી સ્વસ્થ આરોગ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.તેના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં આરોગ્યની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અને આવનારા સમયમાં અનેક આરોગ્યલક્ષી સેવાઓ સરળ અને નવીન ટેક્નોલોજી સાથે મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત અંદાજિત 30 કરોડના ખર્ચથી અરવલ્લીના ભિલોડા ખાતે નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.જેની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મુલાકાત લઈને નવીન બની રહેલ બિલ્ડીંગની કામગીરીની ચકાસણી કરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા.આ સાથે ભિલોડાની કોટેઝ હોસ્પિટલની મુલાકાત લીધી અને વિવિધ વિભાગોની મુલાકાત દરમ્યાન દર્દીઓ તેમજ નાનાં બાળકોની માતાઓ સાથે સંવાદ કરી મળતી સુવિધાઓ બાબતે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યાં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.