ધંધુકા તાલુકાના વિકાસ માટે રૂ. ૩.૨૩૦૬ લાખના બજેટને મંજૂરી
ધંધુકા તાલુકાના વિકાસ માટે રૂ. ૩.૨૩૦૬ લાખના બજેટને મંજૂરી
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા પંચાયતની વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકાના વિકાસ માટે જરૂરી યોજનાઓ પર ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.
બેઠક દરમિયાન રૂ. ૩.૨૩૦૬ લાખના બજેટને મંજૂરી આપવામાં આવી, જેનો ઉપયોગ તાલુકાના વિવિધ ગામોમાં પ્રાથમિક સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવશે.
તાલુકાના શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. શાળાઓમાં નવા ઓરડા, શૌચાલય અને આરોગ્ય કેન્દ્રોના ઉન્નતિ માટે ખર્ચ કરવામાં આવશે.
ગામોમાં પીવાના પાણી માટે નર્મદા લાઇન, હેન્ડપંપ અને ગટરના સુધારા માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી અને સ્વચ્છતા વ્યવસ્થા વધુ મજબૂત બને.
તાલુકામાં માર્ગવ્યવસ્થા સુધારવા માટે પેઇંગ સ્લેબ, પાટીયા-રસ્તાઓ અને ડ્રેનેજ સિસ્ટમના ઉન્નતિ માટે પણ બજેટ ફાળવાયું છે.
આ ઉપરાંત, ગામડાઓમાં લાઈટ, કોમ્યુનિટી હોલ અને અન્ય જરૂરી સુવિધાઓ માટે પણ ફાળવણી કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોનો સર્વાંગી વિકાસ શક્ય બને.
આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમોદભાઈ દુધાત, તાલુકા વિકાસ અધિકારી સુનીલ વિસરા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં વધુ યોજનાઓ પર કામ કરવામાં આવશે, તેવું તાલુકા પંચાયત દ્વારા જણાવાયું.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
