કોણ કહે છે બોટાદમાં દારૂ નથી મળતો ? શહેરના દીનદયાળ ચોકમાં દારૂડિયો રસ્તા પર સુઈ વાહનો રોક્યા પોલીસ તમાસો જોતી રહી
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ શહેર માં કોણ કહેશે દારૂ નથી મળતો? શહેર માં કોની મીઠી નજર હેઠળ દેશી અને વિદેશી દારૂ વેપલો ધમધમી રહ્યો છે તેનો જાગતો ઉદાહરણ શહેર ના ભરચક એવા દીનદયાળ ચોક પાસે એક આધેડ દારૂ ના નશામાં ચકના ચૂર બની ને જાહેર રોડ ની વચ્ચો વચ સુઈ ગયો હતો અને વાહન ચાલકો ને પોતાન વાહનો ચલાવતા રોકતો હતો અને વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ બનાવ બન્યો ત્યારે ટ્રાફિક પોલીસ પણ હાજર હતી અને તમાસો જોય રહી હતી અને ત્યાંથી પસાર થતા એક પોલીસ કર્મી ને તો જાણે આંખ આડા કાન કરી અહીંથી નીકળી જાય છે આ દ્રશ્યો જોતા એવુ લાગે છે કે જાણે બોટાદ શહેર દારૂ બંધી ખાલી કાગળ પર જ કંડારાય છે તસ્વીર જોતા એવુ લાગેશે કે બોટાદ શહેર માં કેટલો દારૂ વેચાતો હશે કે ધોળા દિવસે દારૂ પી ઢીંગલી બની ને રોડ વચ્ચે આરામ ફરમાવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.