હાથ ઊંચો કરો અને એસ.ટી.બસમાં બેસી મુસાફરી કરો-
" હાથ ઊંચો કરો અને એસ.ટી.બસમાં બેસી મુસાફરી કરો- નો નિયમ ફરી વખત અમલી બનાવોની ઉઠી માંગ." ગુજરાત રાજ્યના સાહસો બોર્ડ અને નિગમોમા સરકારી અણઘડ નીતિઓને કારણે નુકશાન વેઠવામાં આવી રહ્યાનું જણાય રહ્યું છે.અધિકારીઓ - કર્મચારીઓના પગાર, સહિતના ખર્ચાઓથી રાજ્ય સરકારની તિજોરીઓ છલકાઈ જવાને બદલે ભારણ વધતું રહે છે..!! રાજ્ય સરકારના સાહસ પૈકીના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસોમાં ત્રણ વર્ષ પહેલાં જારી કરાયેલા પત્રમાં એસ.ટી.નિગમને આવક થાય એવા હેતુથી " હાથ ઊંચો કરો અને બસમાં બેસો" નો નિયમ એકંદરે મુસાફરો માટે લાભદાયક હતો. આ નિયમનું એકધારું અમલીકરણ ન થયું, અને સુરસુરિયું થઈ ગયું એમ કહીએ તો કાંઈ ખોટું ન કહેવાય..ખરેખર આ એસ.ટી.નિગમના ખર્ચાઓને પહોંચી વળવા અને વધુમાં વધુ આવક મળતી રહે તે માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને એસ.ટી.બસમાં " હાથ ઊંચો કરો અને બસમાં બેસો" નાં નિયમનો પરિપત્ર ફરી વખત જાહેર કરવા દામનગરનાં અતુલ શુક્લે અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાયબ ઉપ દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજૂઆત કરી છે. ( અતુલ શુક્લ દામનગર. )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.