હોટેલમાં ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી યુગલ પાસે 31 હજારનો તોડ કરનાર નકલી પોલીસમેન પકડાયો - At This Time

હોટેલમાં ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી યુગલ પાસે 31 હજારનો તોડ કરનાર નકલી પોલીસમેન પકડાયો


‘તમે શું કરવા આવ્યા છો,’ કહી યુગલને ધમકાવ્યું હતું, વધુ કેટલા તોડ કર્યા સહિતની પૂછતાછ

શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતા લુખ્ખાઓ બેકાબૂ બન્યા છે. બે દિવસ પહેલાં જ અવધ રોડ પર યુગલને આંતરી પોલીસની ઓળખ આપી યુવકને મારકૂટ કરી લૂંટ, ખંડણી, અપહરણ અને છેડતીના ગંભીર ગુનામાં પોલીસે કુખ્યાત ચાર શખ્સને પકડી લઇ આકરી પૂછતાછ કરી હતી. જે બનાવ બાદ થોડા દિવસો પહેલાં બસ સ્ટેશન પાસેની હોટેલમાં ધસી જઇ ક્રાઇમ બ્રાંચના પોલીસ હોવાના નામે યુગલ પાસેથી 31 હજારની રોકડની લૂંટ ચલાવવાના બનાવમાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પોપટપરાના શખ્સને એસટી બસ સ્ટેશન પાસેથી ઝડપી લઇ તેની ધરપકડ કરી તેને વધુ કેટલાક લોકોને અટકાવી પોલીસના નામે તોડ કર્યા છે? સહિતની પૂછતાછ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.