મોટા અવાજે સ્પીકર વગાડવા, જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ, ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કે ખરીદી શકાશે નહીં - At This Time

મોટા અવાજે સ્પીકર વગાડવા, જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ, ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કે ખરીદી શકાશે નહીં


ઉતરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે તેને ઉજવવા માટે તહેવારપ્રિય રાજકોટના લોકો થનગની રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોના નામનું ગ્રહણ હોવાને કારણે વિવિધ પ્રકારની પાબંદી વચ્ચે આ તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો. જો કે આ વર્ષે કોરોના નેસ્ત નાબૂદ થઈ ગયો હોવાથી લોકો મન ભરીને આ તહેવારને માણવાના છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ઉત્તરાયણના પર્વને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટા અવાજે સ્પીકર વગાડવા, જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કે ખરીદી કરી શકાશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.