પોરબંદર શહેરના જ્યુબેલીના સગીર વયના બાળકએ મોટર સાયકલ ચલાવી અકસ્માત સર્જાતા પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધાયો.
પોરબંદર ટ્રાફિક શાખા ખાતે પિતા-પુત્ર ને બોલાવી ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ યોજી તેમને અને અન્ય ને સંદેશા મારફતે સમજઆપી.
ગોસા(ઘેડ)તા. ૦૫/૧૧/૨૦૨૪ પોરબંદર જિલ્લામાં વાહન અકસ્માતો નિવારવા માટે જનજાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો યોજવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓના દ્વારા ટ્રાફિક શાખાને સૂચના આપેલ. જેના અનુસાર આજ રોજ પોરબંદર ટ્રાફિક શાખા ખાતે એક ટ્રાફિક અવરનેશ કર્યક્રમ કરવામાં આવેલ. જેમાં ટ્રાફિક શાખાના અધિકારી દ્વારા જણાવવામાં આવેલ કે મોટર વાહન અધિનિયમ ની કલમ ૧૮૧ હેઠળ કોઈ વ્યક્તિ એ ડ્રાઈવિંગ લાયસન્સ વગર કોઈ પણ મોટર વાહન કે અન્ય ટ્રાફિક ના નિયમ અન્વયે કોઈ વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. જયારે આવી કોઈ વ્યક્તિ પાસે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોય તો તેને જાહેર કે અન્ય કોઈ જગ્યાએ કોઈ પણ વાહન ચલાવવાની મંજૂરી નથી. મોટર વાહને અધિનિયમના વિભાગ 5 મા વાહન જણાવેલ છે કે વાહન માલિકો ને તેમના વાહન ચલાવવા માટે માન્ય ડ્રાઈવિંગ લાઇસન્સ વિના અન્ય વ્યક્તિઓને પરવાનગી આપવા માટે પ્રતિબંધ અંગેના કાયદા સમજાવે છે. જો માતા -પિતા તેમના સગીર વયના બાળકો ને ડ્રાઈવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવની પરવાનગી આપે તો માતા કે પિતા વિરુદ્ધ પણ કાયદા હેઠળ સજા અને ફરિયાદ થઈ શકે છે. ત્યારે આવો જ એક બનાવ પોરબંદર ના જ્યુબેલી વિસ્તારમાં બનવા પામેલ છે જેમાં પોરબંદર શહેરમાં જયુબેલીમાં રહેતા અતુલ ભગવાનજીભાઈ થાનકીએ તેના સઞીર વયના દિકરા ઉ.વ. ૧૩ ને મોટર સાયકલ બાઈક ચલાવવા આપતા વાહન અકસ્માત સર્જાતા તેના સઞીર વયના દીકરા વિરૂધ્ધમાં વાહન અકસ્માતનો ગુન્હો દાખલ કરવામાં આવેલ. તેમજ તેના વાલી વિરૂધ્ધમાં પણ સગીર વયના તેના દીકરાને વાહન ચલાવવા આપતા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ફરિયાદ બાદ આજ રોજ પોરબંદર ટ્રાફિક શાખા ખાતે તેમને બોલાવી સઞીર વય ના બાળકને વાહન ન ચલાવવા દેવાં માટે મોટર વાહન અધિનિમ અન્વયે સમજાવ્યા અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ અન્ય કોઈ વાલીઓ પણ પોતાના સઞીર વયના બાળકો ને વાહન ચલાવવા ન આપે અને વાહન અકસ્માત ન સર્જાય તે માટે આ ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ મારફતે લોકો માં આ સંદેશો પોરબંદર ટ્રાફિક શાખાના અધિકારી કલ્પનાબેન અઘેરા દ્વારા આપવામાં આવેલ છે . રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.