શાકભાજીની કેબિને ગાળો બોલતાં નશામાં ધુત શખ્સોએ વેપારીને ધોકા-પાઈપથી ઢોર મારમાર્યો - At This Time

શાકભાજીની કેબિને ગાળો બોલતાં નશામાં ધુત શખ્સોએ વેપારીને ધોકા-પાઈપથી ઢોર મારમાર્યો


અવધના ઢાળીયા પાસે શાકભાજીની કેબિને ગાળો બોલતાં નશામાં ધુત શખ્સોએ વેપારી અને તેના પરિવાર પર ધોકા-પાઈપથી હુમલો કરતાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 સામે જીગ્નેશ પાર્કમાં રહેતાં નૈમિષભાઈ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ.23) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિજય ઉર્ફે કાળિયો સોલંકી, અપ્પુડો, ભુરો અને બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ અવધના ઢાળ પાસે ડેકોરા પ્લાઝા પાસે ડો. આંબેડકર નગર આવાસ યોજનાની સામે શાકભાજીની કેબીન રાખી વેપાર કરે છે. તેમજ આંબેડકરનગર આવાસ યોજના ક્વાર્ટરમા તેમના ફઇ જસવંતીબેન મુકેશભાઇ રાઠોડ તેમના પરીવાર સાથે રહે છે.
ગઈકાલે તેઓ સાંજના પોતાની કેબિને હાજર હતો ત્યારે સાંજના આઠેક વાગ્યાની આસપાસ ઉપરોક્ત ડો.બાબાસાહેબ આબેડકર નગર આવાસ યોજનામાં રહેતો વિજય ઉર્ફે કાળીયો, અપ્પુળો, ભુરો અને દેવનગરમાં રહેતો ભુરો તેમજ બે અજાણ્યા શખ્સો કેબીન પાસે આવી ગાળા ગાળી કરી ભુરાએ લોખંડનો પાઇપ તેઓને માથામાં ઝીંકી દિધો હતો અને લોહીલુહાણ થઈ ગયો હતો. દરમિયાન યુવકના માતા અને સંબંધી દોડી આવી વચ્ચે પડતાં તેઓને પણ આરોપીઓએ પાઇપ તથા લાકડાના ધોકાથી મારવા લાગતા યુવકની માતાને હાથમાં ઇજા પહોંચી હતી. તેમજ તેના ફુવાને પણ આરોપીઓએ ધોકા તથા લોખંડના પાઈપથી માર મારતા ઇજા થયેલ હતી અને અન્ય એક ત્યાં હાજર સન્ની નામના યુવકને ઇજા પહોંચી હતી.
દરમિયાન અન્ય લોકો ત્યાં એકઠાં થતાં આરોપીઓએ બાજુની દુકાનમાંથી કાચની બોટલો લઈ આડેધડ ઘા કર્યા હતાં. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.