વિકસિત અને આત્મનિર્ભર ભાતના સંકલ્પોને સાકાર કરવા કાર્યરત આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતને વિકસિત બનાવવા અર્થે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર કટીબધ્ધ છે.
વિકસિત અને આત્મનિર્ભર ભાતના સંકલ્પોને સાકાર કરવા કાર્યરત આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતને વિકસિત બનાવવા અર્થે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર કટીબધ્ધ છે.
ગુજરાત રાજ્યને વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસની દિવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતી- ૨૦૧૫ હેઠળ ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ યોજના જાહેર કરવામાં આવેલ. આ યોજના ગુજરાત રાજ્યને માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિશ્વમાં રોકાણનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના હેતુ સાથે, રાજ્યમાં આવનાર ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવા અંગેની છે.
ગુજરાત રાજ્યને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં, અધ્યતન ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર કરવા, અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોટા પાયે રોકાણ આકર્ષિત કરવા તથા નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે, આ યોજના અમલમાં મૂકવામાં આવેલ. જેને મોટા ઉદ્યોગો દ્વારા સારો એવો પ્રતિસાદ મળેલ છે.
આ યોજના હેઠળ તા: ૦૪.૦૭.૨૦૨૪ના રોજ માન.મંત્રીશ્રી (ઉદ્યોગ), બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને તથા માન. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાયેલ. બેઠકમાં કુલ રૂ. ૧૬૧૭.૫૦ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૩૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી, જેનાથી રાજ્યમાં અંદાજિત ૩૭૬૬ જેટલી રોજગારીનું સર્જન થયેલ છે. આ મંજૂર કરવામાં આવેલ અરજીઓ પૈકી મોરબી જિલ્લામાં સિરામિક તથા પેપર સેક્ટરમાં રૂ. ૫૭૧.૩૦ કરોડનું મૂડીરોકાણ, કચ્છ જિલ્લામાં પેપર તથા મેટલ સેકટરમાં રૂ. ૨૪૮.૨૫ કરોડ, અમદાવાદ જિલ્લામાં ઑટો ઇન્ડસ્ટ્રીઝ તથા મેટલ સેક્ટરમાં રૂ. ૧૧૨.૭૭ કરોડ, મહેસાણા જિલ્લામાં ઑટો અને પેપર સેક્ટરમાં રૂ. ૪૯.૭૪ કરોડ, ભરૂચ જિલ્લામાં કેમીકલ સેક્ટરમાં રૂ. ૩૬૮.૪૦ કરોડ, સુરત જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. ૪૫.૨૩ કરોડ, વલસાડ જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. ૪૩.૦૭ કરોડ, સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. ૨૩.૪૩ કરોડ, વડોદરા જિલ્લામાં કેમીકલ સેક્ટરમાં રૂ. ૧૮.૭૦ કરોડ, પંચમહાલ જિલ્લામાં ઑટો સેક્ટરમાં રૂ. ૬૩.૦૨ કરોડ, આણંદ જિલ્લામાં કેમીકલ સેક્ટરમાં રૂ. ૫૮.૮૩ કરોડ, રાજકોટ જિલ્લામાં મેટલ સેક્ટરમાં રૂ. ૧૪.૭૬ કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી. જે રાજ્યમાં ઉદ્યોગોને વધુને વધુ સક્ષમ બનાવવા તથા સીધી તથા આડકતરી રોજગારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.