મલેકપુર વિનાયક વિધાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

મલેકપુર વિનાયક વિધાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા “સમય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ત્યારે મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિધાલય ખાતે પણ આજરોજ વિશ્ર યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.જયારે શાળાના આચાર્ય દ્વારા પણ યોગ વિશે બાળકોને સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.શાળાના મોટી સંખ્યામાં બાળકો તેમજ શાળાનો સ્ટાફ ગણ પણ‌ જોડાયા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.