હવામાન પલટાઈ રહ્યું છે,માવઠાની આગાહી અને સંભવિત કોરોનાના નવા વેરિયન્ટ થી સાવધાની જરૂરી…!!
હવામાન પલટાઈ રહ્યું છે,માવઠાની આગાહી અને સંભવિત કોરોનાના નવા વેરિયન્ટ થી સાવધાની જરૂરી...!! આગમનાં એંધાણ...અને સંકેતો પાછળ ગૂઢ રહસ્યો ચોક્કસ થી હોય છે..! છેલ્લા થોડાક વર્ષોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે..શિયાળા અને ઉનાળામાં માવઠું થાય...ચોમાસામાં તાપમાનમાં વધારો - ઘટાડો થાય....દરિયાઈ વાવાઝોડા આવે..ધરતીકંપ... અને કુદરતી આપત્તિઓ સામે બાથ ભીડી ન શકાય..!! "ગ્લોબલ વોર્મિંગ" થી દુનિયાના દેશોમાં ચિંતા છે... " પરિવર્તન સંસારનો નિયમ છે." છેલ્લા પાંચેક વર્ષથી યુદ્ધ - કોરોના વાયરસે વિનાશ વેર્યો છે..! ફરી પાછો કોરોના વાઈરસના નવા વેરિયંટે લોકોને ચિંતામાં મુક્યા છે,ખેર..સરકારે ગાઈડ લાઈન બહાર પાડીને લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે,..અધુરામાં પુરું કડકડતી ઠંડીમાં માવઠાની આગાહી થી સૌ - કોઈ ચિંતામાં મુકાણા છે....અખિલ બ્રહ્માંડમાં ફેરફાર થઈ રહ્યાનું સાંભળવા મળી રહ્યું છે....નિષ્ણાતો પાસેથી....વિજ્ઞાન અને વિકાસનાં તબક્કા એક પછી એક આવી રહ્યા છે..નામ એનો નાશ..વાત સનાતન સત્ય છે.( અતુલ શુક્લ દામનગર અમરેલી.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.