હોળી અને ધુળેટીને લઈને ધાણીની ખરીદી શરૂ: હિંમતનગરના ટાવર ચોકમાં પિચકારી અને કલરના વેચાણ માટે લારીઓ ખડકાઈ - At This Time

હોળી અને ધુળેટીને લઈને ધાણીની ખરીદી શરૂ: હિંમતનગરના ટાવર ચોકમાં પિચકારી અને કલરના વેચાણ માટે લારીઓ ખડકાઈ


આજે હોળી અને આવતીકાલે ધુળેટીનો પર્વ છે ત્યારે હિંમતનગરમાં આજે સવારથી ટાવર ચોક અને મહાવીરનગર ચાર રસ્તે રંગો અને પિચકારીના વેચાણ માટે લારીઓ ખડકાઈ છે. બીજીતરફ ધાણીની ખરીદી કરવા શહેરીજનો જોવા મળ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે રવિવારે હોળીનો તહેવાર છે ત્યારે હિંમતનગરના ટાવર ચોકમાં હેરિટેજ રોડ, ગાંધી રોડ અને મહાવીરનગર ચાર રસ્તે રોડ સાઇડે રંગ બે રંગી કલરો અને અલગ અલગ પ્રકારની પિચકારીઓના વેચાણ માટે સવારથી રોડ સાઇડે લારીઓ લાગી ગઈ છે. ત્યારે ટાવર ચોકમાં ઘાણી, ખજૂર અને હાયડાની ખરીદી કરતા શહેરીજનો જોવા મળ્યા હતા.

બીજીતરફ સાંજે હોળી પ્રગટાવવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હિંમતનગરના ટાવર ચોકમાં હોળી પ્રગટાવવાના સ્થળે તૈયારીઓ શરૂ કરાઇ છે. સાંજે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવશે. ત્યારે હિંમતનગરમાં મહેતાપુરામાં ગાયત્રી મંદિર પાસે, પોલોગ્રાઉન્ડમાં માંડવી નજીક, મહાવીરનગર ચાર રસ્તે, રેલવે કોલોનીમાં, શારદાકુંજ રામેશ્વર મંદિર પાસે, ન્યાય મંદિર વિસ્તારમાં કિલ્લા પાસે, બસ સ્ટેન્ડ સામે ચામુંડા માતાજીના મંદિર પાસે મોતીપુરા, ગોકુલનગર સહિતના વિવિધ વિસ્તારમાં સાંજે હોળી મહોત્સવ ઉજવાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.