રીક્ષા ચાલકે સગીરાનું અપહરણ કર્યું, બાદમાં તેની માતાએ લગ્ન કરાવવાનું કહીં મહિલાને ધમકી આપી - At This Time

રીક્ષા ચાલકે સગીરાનું અપહરણ કર્યું, બાદમાં તેની માતાએ લગ્ન કરાવવાનું કહીં મહિલાને ધમકી આપી


રૈયાધાર વિસ્તારમાં રહેતી ધોરણ 12 માં અભ્યાસ કરનાર 16 વર્ષની સગીરાને રીક્ષાચાલક શખ્સ ભગાડી ગયો હતો. બાદમાં આ શખ્સની માતાએ સગીરાની માતાને ફોન કરી કહ્યું હતું કે, તમારી દીકરીને મારો દીકરો ભગાડી ગયો છે લગ્ન કરી આપો તો જ પરત મોકલીશું અને જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું. જેથી આ મામલે મહિલાએ રીક્ષા ચાલક અને તેની માતા બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, એટ્રોસિટી અને ધમકી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુમાં બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયાધાર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધવલ રાજેશભાઈ વાઘેલા અને જોસનાબેન રાજેશભાઈ વાઘેલાના નામ આપ્યા છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક પુત્ર છે તેમના પતિ કારખાનામાં મજૂરીકામ કરે છે. 16 વર્ષની દીકરી ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને સાથોસાથ કેટરર્સમાં કામે પણ જાય છે. તેને તેડવા માટે રીક્ષા લઇ ધવલ રજપૂત આવતો હોય જેથી મહિલા તેને ઓળખે છે. ગત તા.5/12 ના રોજ મહિલા અમદાવાદ ગયા હતા અને તેમના પતિ કામ પર ગયા હોય દરમિયાન તેમની 16 વર્ષની દીકરી ઘરેથી લાપતા બની હતી.
બાદમાં ધવલની માતા જોસનાબેનનો ફોન આવ્યો હતો અને તેમણે મહિલાને કહ્યું હતું કે, તમારી દીકરી અને મારો દીકરો ધવલ બંને એકબીજાને પ્રેમ કરે છે ધવલ તેને ભગાડી ગયો છે લગ્ન કરાવી આપો તો જ પરત મોકલીશું અને જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ એકથી વધુ વખત ફોન કરવા છતાં તેમની દીકરીને પરત ન મોકલી હોય અંતે તેણે આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે માતા-પુત્ર સામે અપહરણ, ધમકી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.