હળવદ ધાંગધ્રા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન - At This Time

હળવદ ધાંગધ્રા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


હળવદ ધાંગધ્રા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આગામી તા.18.10.23 ને બુધવારે ઉમા કન્યા છાત્રાલય,હળવદ ખાતે પાટીદાર સમાજના શિરોમણી,ધરોહર અને પાટીદાર રત્ન એવા સ્વ.ઓ.આર.પટેલ સાહેબની 11 મી પુણ્યતિથિ નિમિતે સમસ્ત હળવદ ધ્રાંગધ્રા પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.જેમાં પાટીદાર સમાજના યુવાનો સાથે તમામ સમાજના યુવાનો ખૂબ મોટી માત્રામાં બ્લડ ડોનેટ કરશે.સ્વ.શ્રી ઓ.આર.પટેલ સાહેબે પાટીદાર સમાજના વિકાસની સાથે તમામ સમાજના ગરીબો,દીકરીઓને આર્થિક મદદ ,દાન કરેલ.અત્રે યાદ કરવું જરૂરી એટલા માટે છે કે હળવદ ધ્રાંગધ્રા નો પાટીદાર સમાજ તમામ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે.કોરોના ની વિપરીત કપરી પરિસ્થિતિના સમયે પાટીદાર સમાજ પોતાના દાનથી પોતાની મહેનત,મદદથી પાટીદાર સમાજના ડૉકટોરોની ટીમથી પાટીદાર સમાજના આગેવાનોની છત્રછાયામાં પાટીદાર સમાજના યુવાનોએ દિન રાત તમામ સમાજના દર્દી નારાયણની સેવા કરેલ. વાવાઝોડા વખતે પણ અસરગ્રસ્તોને જમવાની વ્યવસ્થા પુરી પાડેલ.આવા પાટીદાર સમાજના ભામાશા સ્વ.શ્રી ઓ.આર.પટેલ સાહેબની 11 મી પુણ્યતિથિ અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ કરી જરૂરિયાત મંદ દરેક સમાજના દર્દી નારાયણ માટે બ્લડ એકઠું કરવાનો નિર્ણય કરેલ હોય હળવદ ધ્રાંગધ્રા તાલુકાના તમામ યુવાનો પણ ઓ.આર.પટેલ સાહેબને ભાવાંજલી આપવા થનગની રહ્યા છે.તો આવો સૌ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવીએ.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.