બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના વણજારાવાસ ના લોકો કાદવ કીચડ થી પરેશાન.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે વણજારાવાસ માંથી પસાર થતો રસ્તો કાદવ કીચડથી ઉભરાયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.પ્રાંતવેલ ગામે વણજારાવાસ માંથી પસાર થતા રસ્તામાં ચોમાસામાં પાણી ભરાતા કાદવ કીચડ જામી જાય છે ત્યાંથી પસાર થવું પણ ખુબજ મુશ્કેલ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.ત્યારે રોજ અવર જવર નો રસ્તો હોય સ્કૂલ જતા બાળકો પણ આ કાદવ કીચડ માંથી સ્કૂલ જવા મજબુર બન્યા છે.એકબાજુ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધે નું સૂત્ર આપવામાં આવ્યું છે.ત્યારે બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામના વણઝારાવાસ ના વિધાર્થીઓ રસ્તામાં કાદવ કીચડ માંથી પસાર થઇ ને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ સત્વરે હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગણી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.