રાજકોટના લાપાસરીની પરિણીતાનું બિમારી સબબ મોત
રાજકોટના લાપાસરીમાં દિપીકાબેન નામની પરિણીતાનું બિમારી સબબ અત્રેની સીવીલે સારવારમાં પ્રાણ પંખેરૂ ઉડી જતા પરીવાર પર આભ તુટી પડયું હતું.
બનાવની વિગત મુજબ રાજકોટના લાપાસરીમાં રહેતા દિપીકાબેન શૈલેષભાઈ રાઠોડ (વાળંદ) (ઉ.26) ગઈ તા.15ના પેટની બીમારી ઉપહતા જુનાગઢ તેમના મોટા બહેનને ત્યાં આરામ કરવા ગયા હતા. જયાં તેમની તબીયત લથડતા જુનાગઢ સીવીલે સારવારમાં ખસેડાયા હતા. જે બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલે ખસેડાયા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતકના પતિ રીક્ષા ચાલક છે અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે જેમને માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.