વેપારીની રૂ.19 લાખની ચાંદી લઈ કારીગર ફરાર થતા ફરિયાદ
કુવાડવા રોડ પર પારુલ બગીચા પાસે અલકા પાર્કમાં રહેતા મુરલીધરભાઇ હરકિશનભાઇ સોની(ઉ.વ.50)એ ભાવેશભાઇ લાધાભાઇ ગઢિયા (રહે.કોઠારીયા રોડ શાનદાર રેસીડેન્સી બ્લોક નં.09 સન્ની પાજી હોટલ પાછળ)ને અલગ અલગ સમયે 27.025 કિ.ગ્રામ શુદ્ધ ચાંદી કિ.રૂ.19,18,000 ની ઘરેણાં બનાવવા આપી હતી બાદમાં તે ભાવેશે દાગીના નહીં આપી છેતરપીંડી કરતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મુરલીધરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું શ્રીનાથજી કૃપા અલ્કાપાર્ક શેરી નં.01 ખાતે અક્ષર ટ્રેડર્સના નામથી પેઢી ધરાવી ચાંદીના ઘરેણા બનાવી વેચવાનો વેપાર ધંધો કરૂ છુ
અને મારે સંતાનમાં બે દીકરા જેમા મોટો વિશાલભાઇ તથા નાનો મિતેષભાઇ છે.અમો છેલ્લા દશેક વર્ષથી પેઢી ધરાવી ચાંદીના ઘરેણા બનાવી વેચવાનો વેપાર ધંધો કરતા હોય જેથી અમો ઓરીજીનલ ચાંદી ખરીદી તે ચાંદી અમારો અલગ અલગ કારીગરોને ઘરેણા બનાવવા માટે આપીએ છીએ અને આ કારીગરો અમોને ચાંદીમાથી અમારા ઓર્ડર મુજબ અલગ અલગ પ્રકારના ઘરેણા બનાવી અમોને પરત આપતા હોય છે.આ પ્રક્રિયામા અમે તેને ઘરેણા બનાવવા ચાંદી આપતી વખતે જોબવર્ક આઉટ ઇસ્યુ ડેબીટ મેમો (જોબવર્ક માટેનુ બીલ) આપતા હોઇએ છીએ. છેલ્લા સાતેક માસથી અમારી પેઢી પરથી ભાવેશભાઇને ચાંદીના ઘરેણા બનાવવા માટે અમે તેને ચાંદી આપતા હતા.
છેલ્લા સાત માસ દરમ્યાન તે ત્રીસથી ચાલીસ વખત અમારી પાસે ઘરેણા બનાવવા માટે ચાંદી લઇ ગયા હતા અને ઘરેણા બનાવી પરત આપ્યા હતા.અમારી સાથે વિશ્વાસ અને ભરોસો સંપાદીત કરતા અમોએ તેના ઉપર વિશ્વાસ અને ભરોસો કુલ ચાંદી 49.017 કિ.ગ્રામ શુદ્ધ ચાંદી આપી હતી.તેણે આ દીવસો દરમ્યાન ચાંદીમાંથી પરત આપેલ તૈયાર માલની વિગત જોતા આ ભાવેશભાઇએ અમોને 30.913 કિ.ગ્રામ ચાંદીના ઘરેણાનો તૈયાર માલ આપ્યો હતો. તેમાથી 13.969 કિ.ગ્રામ શુદ્ધ ચાંદી મળે તે માલ પરત આપેલ બાદ તા.07/04/2023 ના રોજ 5,500 કિ.ગ્રામ ચાંદીના ઘરેણાનો તૈયાર માલ આપ્યો હતો.ભાવેશે પરત આપેલ તમામ તૈયાર માલમાંથી 21,992 કિ.ગ્રામ શુધ્ધ ચાંદી અમોને પરત આ ભાવેશભાઇએ આપ્યું હતું
અને હજુ પણ અમારે 27.025 કિ.ગ્રામ શુદ્ધ ચાંદી કિ.રૂ.19,18,000/- ની શુધ્ધ ચાંદી આ ભાવેશભાઇ પાસેથી પરત લેવાની હોય જેથી ગઇ તા.14/04ના રોજ સવારના મારા દીકરા વિશાલે આ ભાવેશભાઇને ફોન પર વાતચીત કરતા આ ભાવેશભાઇએ મારા દીકરા વિશાલભાઇને જણાવેલ કે સાંજે 27.025 કિ.ગ્રામ ચાંદીનો માલ હું તમોને પરત આપી જઇશ.આવી વાતચીત કર્યા બાદ તેણે તેનો ફોન સ્વીચ ઓફ કરી નાખેલ જેથી અમોને શંકા જતા બીજે દીવસે તેના ઘરે જતા ભાવેશભાઇના પત્નિ ભાનુબેન હાજર હતા અને તેઓએ જણાવેલ કે ગઇકાલના મારા પતિ ક્યાક ગયા છે અને હજુ સુધી પરત આવ્યા નથી.જેથી આ લોકોએ છેતરપીંડી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.