પોરબંદરની ચોપાટી ખાતે રવિવારે રાજભા ગઢવી પીરસશે સાહિત્યરસ - At This Time

પોરબંદરની ચોપાટી ખાતે રવિવારે રાજભા ગઢવી પીરસશે સાહિત્યરસ


પોરબંદરની ચોપાટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર-પોરબંદર દ્વારા સંચાલિત દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના નગરપાલિકા પાર્ટી પ્લોટ, ચોપાટી ખાતે પર્યટન પર્વ ૨૦૨૪ અંતર્ગત તા.૮-૧૨- ૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

જેમાં પર્યટન સ્થળ પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની સાંસ્કૃતિક ઝાંખી મળે તથા પર્યટન સ્થળને વધુ ઉર્જાવાન બને અને પોરબંદરમાં જાહેર જનતાને લાભ મળે તે માટે એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત લોકગાયક રાજભા ગઢવી સાહિત્ય રસ પીરસશે અને શ્રી ચોરવાડ હોળી હુડો રાસ ગૃપ,ચોરવાડ સહિતના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.આ કાર્યક્રમનો વધુને વધુ લોકો જોડાય તે માટે જાહેર જનતાને અનુરોધ કરાયો છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.