ગુજકોસ્ટના  સહયોગથી અમદાવાદ સાયન્સ સિટીની ટૂર યોજાઈ - At This Time

ગુજકોસ્ટના  સહયોગથી અમદાવાદ સાયન્સ સિટીની ટૂર યોજાઈ


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ માન્ય) પ્રેરીત મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત- વિજ્ઞાનમાં રસ- રુચિ વધે તે માટે જે. બી. શાહ પ્રાથમિક ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમદાવાદ સાયન્સ સીટીની ફ્રી ટુર માટે પ્રસ્થાન કર્યુ હતુ. બસને આચાર્ય ડૉ. ગીતાબેન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયુ હતુ. આ પ્રસંગે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ પટેલ ચંદનબેન હાજર રહ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ દિપકભાઈ મોદી હાજર રહ્યા હતા. મંડળ પ્રમુખ નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ સુભાષભાઈ શાહ, પરેશભાઈ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image