મોકાજી સર્કલ પાસે રિક્ષાચાલકને છરીના ઘા ઝીંકી મોબાઈલ અને રોકડની લુંટ ચલાવી લુંટારૂઓ ફરાર
મોકાજી સર્કલ પાસે રિક્ષાચાલકને છરીના ઘા ઝીંકી મોબાઈલ અને રોકડ મળી રૂા.23 હજારના મુદામાલની લુંટ ચલાવી બાઈકમાં આવેલા લુંટારુઓ નાસી છુટયા હતા. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ એલસીબી, ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ આદર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ઉદયનગર શેરી નં.5માં રહેતા કેતનભાઈ રાઘવજીભાઈ ગોહેલ આજે વ્હેલી સવારે પોતાની રિક્ષા લઈ મોકાજી સર્કલ અને શાસ્ત્રીનગર વચ્ચે આવેલ પેટ્રોલપંપ પાસે હતા ત્યારે અચાનક જ બાઈકમાં ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને રિક્ષાચાલકને પોતાની પાસે રહેલ મુદામાલ આપી દેવા ધમકી આપી હતી.
લુંટારુઓનો રિક્ષાચાલકે પ્રતિકાર કરતા આરોપીઓએ છરી કાઢી હુમલો કરતા રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. જેમનો ફાયદો ઉઠાવી આરોપીઓ રિક્ષાચાલક પાસે રહેલ રૂા.20 હજારનો મોબાઈલ અને રૂા.રોકડ 3000 મળી રૂા.23000ના મુદામાલની લુંટ ચલાવી નાસી છુટયા હતા.
બાદમાં ઘટના સ્થળે લોકો દોડી આવતા રિક્ષાચાલકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકની ફરિયાદ પરથી ગુનો નોંધી લુંટારુઓનું પગેરુ મેળવવા તપાસનો ધમધમાટ આદર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.