વિસાવદર ઠંડીના વતાવરણને કારણે બજારોમાં લોકોની ભીડ થઇ હળવી.
વિસાવદર ઠંડીના વતાવરણને કારણે બજારોમાં લોકોની ભીડ થઇ હળવી.
હાલ શિયાળાની ભરપૂર ઠંડા વાતાવરણને કારણે વહેલી સવારના સમયે લોકોની બજારમાં આવન - જાવન ઓછી થઇ ગઈ છે. અત્યારે ઠંડીનો માહોલ બરોબર જમ્યો છે, ત્યારે, ઘણા લોકો શરીરની તંદુરસ્તી જાળવવા વહેલી સવારે વ્યાયામ કરી રહ્યા છે.તો એક તરફ સવારની ઠંડી અને ધીમા પવનને કારણે લોકો બહાર નીકળવાનું ટાળે છે. જયારે શિયાળાના પાક જેવા કે, ઘઉં, ચણા, ધાણા વગેરે પાકોને પિયત કરવા આ હાડ ધ્રુજાવતી ઠંડીના માહોલમાં ખેડૂત લોકો રાતના સમયે પણ પાણી વાળવા ખેતરોમાં હાલ જઈ રહ્યા છે.
હમણાં થૉડા દિવસોથી વધારે પ્રમાણેમાં ઠંડી જોવા મળી છે. જેને કારણે સવારના વાતાવરણમાં બજારમાં લોકોની ભીડ ઓછી જોવા મળે છે.કહેવત છે, કે, શિયાળાનું છાણુ અને, યુવાણીનું નાણું. તેમ અત્યારે સાંજના સમયે પણ ઠેર -ઠેર લોકો તાપણા કરીને બેસતા જોવા મળે છે. આમ હાલ ઠંડીનો માહોલ ભરપૂર જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.