ખો-ખો રમતની અંડર-૧૯ ભાઈઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લાની શાળાએ મેળવ્યો ગોલ્ડમેડલ
જિલ્લાનું ગૌરવ વધારવા બદલ વિજેતા ટીમને અભિનંદન પાઠવતું જિલ્લા વહિવટી તંત્ર
પંચમહાલ,
મંગળવાર :-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્રારા આયોજિત શાળાકીય ખો-ખો સ્પર્ધાનું રાજ્યકક્ષાનું આયોજન સાપુતારા ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં ખો-ખો રમતની અંડર-૧૯ ભાઈઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પંચમહાલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા દ્રારા સંચાલિત શ્રી જે.આર.દેસાઈ DLSS મોરાની ખો-ખો રમતની અંડર-૧૯ ભાઈઓની ટીમે રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ગોલ્ડમેડલ મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
જે માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા, શ્રી.જે.આર.દેસાઈ DLSS શાળાના ટ્રસ્ટીશ્રી પુરાન દેસાઈ અને તેમના પુત્ર શાંતનું દેસાઈ સહિત પંચમહાલ જિલ્લા વહીવટ તંત્ર, તમામ કોચીઝ ટ્રેનર, આચાર્યશ્રી, સ્ટાફગણ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના અન્ય ખેલાડીઓ દ્વારા વિજેતા ખેલાડીઓ અને માર્ગદર્શક કોચને રાજ્ય કક્ષાએ ગોલ્ડમેડલ મેળવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.