રાજકોટનું દંપતી મોરબી માસીના ઘરે ગયું, સવારે નીકળવું’તું, માસીયાઈએ આગ્રહ કરતા રોકાયા, ઝૂલતા પુલ ફરવા ગયા ને બન્નેને મોત મળ્યું
મોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાનું પણ મોત થયું છે. પાંચ મહિના પહેલા જ આ દંપતીએ પ્રભુતામાં પગલા માંડી જિંદગીની નવી શરૂઆત કરી હતી. લગ્ન બાદ મોરબી માસીના ઘરે જમવા માટે હર્ષ અને મીરા ગયા હતા. ત્યાંથી તેઓ ફરવા માટે ઝૂલતા પુલ પર ગયા હતા અને દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેણે પણ પત્નીની સાથે અનંતની વાટ પકડી દમ તોડી દીધો હતો. આથી ઝાલાવડીયા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. દિવાળીના વેકેશનમાં વતન રાજકોટ આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.