હળવદના મેરૂપર ગામે પથ્થરના છુટા ઘા મારી પ્રૌઢની હત્યા નિપજાવનાર ત્રણેય આરોપી પોલીસની ગિરફ્તમાં
મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને હળવદ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં હત્યાના આરોપીઓને દબોચી લીધા
હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં મોટરસાયકલ ભટકાતા થયેલ નુકસાનીના રૂપિયા બાબતે બોલાચાલી બાદ ઝઘડામાં છુટા પથ્થરોના ઘા મારી પ્રૌઢની હત્યા કરી નાસેલા ત્રણેય આરોપીઓને મોરબી એલસીબી પોલીસ ટીમ તથા હળવદ પોલીસ દ્વારા ઝડપી લઇ હસ્તગત કરી આગળની તપાસ અર્થે હળવદ પોલીસ મથકમાં સોંપી દીધેલ હતા.
હળવદ તાલુકાના મેરૂપર ગામે તા.૩૦/૦૮/૨૦૨૩ ના રોજ રાતના સમયે મેરૂપર ગામની સીમમાં હત્યાનો બનાવ બનવા પામેલ જેના ફરીયાદી નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણ ઉવ. ૨૦ રહે. ચાનપુર તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.) વાળાએ હળવદ પો.સ્ટે. આવી પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાનુ મોટર સાયકલ આરોપી છીતુભાઇના મોટર સાયકલ સાથે અથડાયેલ હોય જેની નુકશાનીના રૂપીયા-૫૦૦/- આરોપીઓએ ફરીયાદી પાસે માંગેલ જે રૂપીયા ફરીયાદીએ નહી આપતા તેનુ મનદુખ રાખી ફરીયાદીની ગેરહાજરીમાં તેના પત્ની કાંતાબેન તથા ફરી. ના પિતા દેવલાભાઇ સાથે આરોપીઓ ભીખલીયાભાઇ કીકરીયા તથા ચંદુભાઇ જુબટીયાભાઇ તથા છીતુભાઇ જુબટીયાભાઇએ કાંતાબેન તથા દેવલાભાઇ સાથે બોલાચાલી ઝઘડો કરી આરોપીઓએ છુટા પથ્થરોના ઘા કરી ફરી.ના પત્ની કાંતાબેનને જમણા પગે ઇજા કરી તેમજ ફરી.ના પિતા દેવલાભાઇને મોઢા, કપાળ, તથા પીઠના ભાગે છુટા પથ્થરોના ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયેલ હોય જે બાબતે મરણજનારના દિકરા નાનકાભાઇ દેવલાભાઇ ચૌહાણએ હળવદ પો.સ્ટે.માં ફરિયાદ રજીસ્ટર કરાવેલી હતી. જે હત્યાના બનાવને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવા તેમજ વધુ આગળની તપાસ હળવદ પો.સ્ટે.ના પીઆઇ કે.એમ.છાસીયા દ્વારા કરવામાં આવી હતી.
વધુમાં હત્યાના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓને શોધી કાઢવા મોરબી એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કવોડ / ટેકનીકલ સ્ટાફ તથા હળવદ પો.સ્ટે. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં બનાવમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક હસ્તગત કરવા માટે પ્રયત્નો હાથ ધરેલ. દરમ્યાન હત્યાના ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા ઉ.વ. ૩૦ રહે. ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર (એમ.પી.) વાળો ઘુંટુ ગામની સીમમાં હોવાની મોરબી એલ.સી.બી.ના સ્ટાફના માણસોને હ્યુમન સોર્સીસ તથા ટેકનીક માધ્યમ મારફતે હકિકત મળતા આરોપીને ઝડપી લેવામાં આવેલ તેમજ સહ આરોપીઓ ચંદુભાઇ જુબટીયાભાઇ ધાનુક તથા છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક રહે. બન્ને ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર(એમ.પી.) વાળાઓને ગણતરીના કલાકોમાં હસ્તગત કરી અટક કરવાની આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.