જસદણના ગઢડીયા જસ કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ માટે એક દિવસનો રંગીલા રાજકોટનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના ગઢડીયા જસ ગામની શ્રી ગઢડીયા જસ કન્યા પ્રાથમિક શાળા ની વિદ્યાર્થીનીઓ માટે સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓના જીવનમાં અને ઘડતરમાં કંઈક નવું જોવા જાણવા અને શીખવા મળે તે હેતુથી શાળા પરિવાર દ્વારા આ પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગીલા રાજકોટના પ્રદ્યુમન પાર્ક, રેસકોર્સ પાર્ક, ગાંધી મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ અને સાયન્સ મ્યુઝિયમ ની મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં અવલોકન શક્તિનો વિકાસ થાય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે બાળકોમાં અભિરુચિ કેળવાય તે હેતુથી સાયન્સ મ્યુઝિયમના જુદા જુદા વિભાગોમાં મુલાકાત લેવામાં આવી બાળકોને પ્રવાસમાં ખૂબ જ આનંદ આવ્યો હતો. શાળાના આચાર્ય, શિક્ષકોએ વિવિધ મુલાકાતની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.