બોટાદમાં આઈ.સી.ડી.એસ વિભાગના કર્મયોગીઓ દ્વારા આંગણવાડીઓમાં અવનવી રમતો થકી ખિલખિલાટ કરતા બાળકોને જીવન જરૂરી જ્ઞાન પીરસ્યું - At This Time

બોટાદમાં આઈ.સી.ડી.એસ વિભાગના કર્મયોગીઓ દ્વારા આંગણવાડીઓમાં અવનવી રમતો થકી ખિલખિલાટ કરતા બાળકોને જીવન જરૂરી જ્ઞાન પીરસ્યું


બોટાદમાં આઈ.સી.ડી.એસ વિભાગના કર્મયોગીઓ દ્વારા આંગણવાડીઓમાં અવનવી રમતો થકી ખિલખિલાટ કરતા બાળકોને જીવન જરૂરી જ્ઞાન પીરસ્યું

અવનવી રમતો થકી ખિલખિલાટ કરતા બાળકોને જીવન જરૂરી જ્ઞાન પીરસતા બોટાદ જિલ્લાના આઈ.સી.ડી.એસ વિભાગના કર્મયોગીઓ બાળકના નિરંતર યોગ્ય, માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે આઈ.સી.ડી.એસ વિભાગ સતત કાર્યરત છે. નાના-નાના ભૂલકાઓને ઘરથી દૂર તદ્દન ઘર જેવું વાતાવરણ પૂરી પાડતી આંગણવાડીઓમાં દેશના ભવિષ્યનું ઘડતર થઈ રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહારની સાથે જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. વિવિધ રમતો થકી બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળકો સાથે મીઠી ગોષ્ઠી કરી તેમને શરીરના વિવિધ અંગો, તેમને ખાનપાનની રીત વિશે, બેસવા-ચાલવાની પદ્ધતિ વિશે, કેવી રીતે વર્તવું સહિતના મુદ્દાઓ ઉપર સાચી સમજ કેળવવામાં આવી રહી છે નાની મારી આંખ એ જોતી કાંખ કાંખ એ તો કેવી અજબ જેવી વાત છ નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તો કેવી અજબ જેવી વાત છે જેવી કવિતાઓ થકી આનંદ, ઉત્સાહ અને અભિનય સાથે યશોદા માતાઓ બાળકોને સરસ મજાની પ્રવૃત્તિઓ કરાવે છે જેથી બાળકોને આંગણવાડીએ આવવું ગમે છે ડી.સી.(પોષણ અભિયાન) દ્વારા બોટાદ શહેર વિસ્તારની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકરો બહેનો સાથે પોષણ ટ્રેકર એપ્લિકેશન વિશે ચર્ચા કરવામાં આવી હતી આદરમિયાન તેમણે બાળકો સાથે અભિનય ગીતો જેવી પ્રવૃત્તિઓ કરી શાકભાજી, ફળ-ફૂલની ઓળખ આપી વિવિધ મુદ્દાઓ પર સમજ આપી હતી

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.