માળીયા હાટીના ના અગ્રણી વકીલ દ્વારા હિન્દુ સ્મશાન ની બદતર હાલત ને લઈ સંસદ અને ધારાસભ્યને પત્ર લખી તાત્કાલિક રિપેર કરવા માંગ કરી
માળીયા હાટીના મુકામે આવેલ સમશાનની બદતર થી બરતર હાલત જોઈ પત્ર લખવા પ્રેરાયેલ છુ. છેલ્લા ઘણા વર્ષોથી દુખદ પ્રશંગોમાં માળીયાના સમશાને જવાના પ્રશગો બનેલા છે. જે જગ્યાએ અગ્ની સંસ્કાર થતા હોય ત્યાં પાણી પડે છે. અગ્ની સંસ્કારના ખાટલા ટુટેલા છે. જે જગ્યાએ અગ્ની સંસ્કાર રાખવામાં આવે છે ત્યા પાણી પડે છે. પાણીની પુરતી વ્યવસ્થા પણ નથી. સમશાનની છતમાંથી આર.આર.સી. ના પ્રોપડા પડે છે. ઘણા વર્ષો થી કોઈપણ સમશાનમાં રીપેરીંગ કામ પણ થયેલ નથી. આ તમામ હકીકતથી માળીયાના પદાધીકારી ખુબ જ સારી રીતે માહીતગાર છે. જયારે સરકારશ્રીનુ અભિગમ માનવતા વાદી અને વિકાસવાદી હોય ત્યારે માળીયાના સમશનાની હાલત જોઈને પત્ર લખી આ વિસ્તારના સંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા ને તાત્કાલિક હિન્દુઓની આસ્થા અને અંતિમ વિધિમાં પાડતી અગવલતા ને લઈ યોગ્ય રિપેર અથવા નવી બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી સ્મશાન બનાવવા માટે અગ્રણી વકીલ સુધીર દત્તા એ માંગ કરી છે.
રીપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.