તરવડા ગુરુકુળ ખાતે રક્ષાબંધન પર્વ પર કૌશિકભાઈ વેકરીયાએ વૃક્ષોને રક્ષાકવચ અર્પણ કરી અનોખી ઉજવણી કરી
તરવડા ગુરુકુળ ખાતે રક્ષાબંધન પર્વ પર કૌશિકભાઈ વેકરીયાએ વૃક્ષોને રક્ષાકવચ અર્પણ કરી અનોખી ઉજવણી કરી
અમરેલી જિલ્લાની તરવડા ગુરુકુળ ખાતે આજે રક્ષાબંધન પર્વની અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર અવસરે નાયબ ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાએ વૃક્ષોને રક્ષાકવચ રૂપે રાખડી બાંધી અને સંદેશ આપ્યો કે દરેક વ્યક્તિએ પ્રકૃતિનો આદર કરવો જોઈએ અને વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી, અને અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સાથે સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા. તરવડા ગુરુકુળના પવિત્ર સંતોની હાજરીમાં કૌશિકભાઈ વેકરીયાએ શાસ્ત્રોક રીતે વૃક્ષારોપણ કરી, કંકુ-ચોખાનું તિલક કરી, અને વૃક્ષોને રાખડી બાંધી તેમને રક્ષાકવચ અર્પણ કર્યું.કૌશિકભાઈ વેકરીયાએ આ નવીનતમ વિચારને અમલમાં મુકવાની પહેલ કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાહેબના હસ્તે કરાવી હતી અને તેમના હસ્તે પણ વૃક્ષનારાયણને રાખડી રૂપી રક્ષાકવચ બાંધવામાં આવ્યુંહતું જેમાં સહકાર શિરોમણીશ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા પણ જોડાયા હતા.
કૌશિકભાઈએ તદ્દન નવા વિચારો સાથે આ સંદેશ આપ્યો કે રક્ષાબંધનનું પર્વ માત્ર ભાઈ-બહેન વચ્ચે જ નહીં પરંતુ દરેક જીવસૃષ્ટિ માટે રક્ષણ અને કાળજીનો દિવસ હોવો જોઈએ. તેમણે પ્રકૃતિની સાથે માનવીના સંબંધોનો મહિમા ગાય અને દરેકને અપીલ કરી કે તેઓ વૃક્ષારોપણ અને તેમના રક્ષણ માટે આગળ આવે.
આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા,શ્રી દિલીપભાઈ સંઘાણી અને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા પણ આ વૃક્ષારોપણમાં જોડાયા હતા અને કૌશિકભાઈ વેકરીયાના આ નવીનતમ વિચાર અને આ અનોખી પહેલનું સમર્થન અને પ્રશંસા કરવામાં આવી.
કૌશિકભાઈ વેકરીયા સતત પોતાના કાર્ય દ્વારા લોકહિત અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયાસરત રહે છે. તેમના આ પ્રયત્નોને લઈને સમગ્ર પ્રદેશમાં પ્રસંશા થઈ રહી છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.