સોમનાથ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં 7નાં મોતના બનાવમાં પોલીસ ફરિયાદ
માળીયા હાટીના તાલુકાના ભંડુરી નજીક ગત રોજ સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં બે વિદ્યાર્થી સહીત કુલ ૭ મુસાફરોનો મૃત્યુ નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. અકસ્માત બનાવ મામલે માળીયા હાટીના પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગત રોજ સવારે સોમનાથ હાઇવે પર બે કાર અકસ્માતની ગોજારી દુર્ઘટના બની હતી જેમાં ૭ વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા. આ અકસ્માતના બનાવ મામલે માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં લખમણભાઈ રાજાભાઈ વાળા રહે. જાનુડા ગામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ હુન્ડાય એસન્ટ ફોર વ્હીલ કાર રજી નંબર જીજે ૧૧ એસ ૪૪૬ વાળીના ચાલકે પોતાના હવાલાની ફોરવવ્હીલ કાર પુરઝડપે અને બેકરકારીથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી થવાઇડર ઠેડાડી રોડની સામેની સાઈડમાં આવતી વીનુભાઈની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સેલેરીયો કાર જેના રજી નં. જીજે ૧૧ સીડી ૩૦૬૪ વાળી સાથે ભટકાવી એક્સીડન્ટ કરી તેમા બેસેલ વીનુભાઈ તથા તેની સાથેના રાજુભાઈ એમ કુલ બે જણાના તથા પોતાના હવાલાની એસન્ટ ફોરવહીલ કાર રજી નંબર જીજે ૧૧ એસ ૪૪૧૬ મા સવાર પોતાના સહીત કુલ પાંચ મળી કુલ સાત વ્યક્તિઓના ગંભીર ઇજાઓ કરી મોત નિપજવતાં પૂરપાટ ઝડપે આવતી મૃતક કાર ચાલાક સામે ગુનો નોંધાવતા માળીયા હાટીના પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ શરુ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.