વિંછીયા થી મુખ્યમંત્રીને ગુજરાતના દરેક ગામડે અને શહેરમાં ડુપ્લીકેટ રાસાયણીક ખાતર તથા ડુપ્લીકેટ દવાઓ તથા ડુપ્લીકેટ બીચારણનું વેચાણ રોકવા અંગે આવેદન પત્ર મોકલાયું
( હર્ષદ ચૌહાણ દ્વારા વિંછીયા)
ખેડુત સેવા સંગઠન ના સ્થાપક મુકેશ રાજપરા દ્વારા ગુજરાતના મુખયમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું જેમાં જેને જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત વધારે પાયમાલ થતો જાય છે, સરકાર ગમે તેટલી સહાય આપે કે યોજનાઓ લાવે પરંતુ જયાં સુધી ગુજરાતના દરેક ગામડાઓ તથા શહેરમાં ડપ્લીકેટ રાસાયણીક ખાતર તથા ડુપ્લીકેટ દવાઓ તથા ડુપ્લીકેટ બીયારણનો વેપાર અટકાવવામાં નહી આવે ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત કે ખેતી સમૃધ્ધ કે પ્રગતિ કરવાનો નથી જેથી કરીને કૃષી વિભાગીય અધિકારીઓને તાત્કાલીક કામે લગાડીને ગુજરાતના દરેક ગામડે અને શહેરમાં તાત્કાલીક તપાસ કરવામાં આવે અને દરેક એગ્રો ધારકો ને આવી ડુપ્લીકેટ દવા, બીચારણ તથા રાસાયણીક ખાતાર નું વેચાણ તાત્કાલીક અટકાવવામાં આવશે જેથી કરીને આપણે ગુજરાતના ખેડૂતને ડુબતો બચાવી શકાય ખેડૂત તેના ખેતરમાં ગમે તેટલી દવા, બીયારણ કે રાસાયણીક ખાતર નાખે પરંતુ આ બીયારણ કે, ખાતર કે, દવાઓનું કાંચ ચાખીને પરખ ન થાય પરંતુ જો ગુજરાત સરકાર ધારે અને કૃષી વિભાગના અધિકારીઓને કામે લગાડે તો આ તમામ પ્રકારની ડપ્લીટેક દવા, રાસાયણીક ખાતર, અને બીચારણનું વૈચાણ બંધ કરાવી શકે તો અમારી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની આપશ્રીને વિનંતી અને માંગણી છે કે ગુજરાતના દરેક ગામડે જેમ નકલી દવાખાના માં ડોકટરો બેઠા છે એજ રીતે ગામડે ગામડે કે શહેરમાં ડુપ્લીકેટ ખેડૂતોને છેતરવા માટે એગ્રો ધારકો પણ બેઠા છે જે માત્ર અને માત્ર ડુપ્લીકેટ દવા, બીચારણ, અને રાસાયણીક ખાતરનો વૈપાર કરી ગુજરાતના ખેડૂતોને છેતરે છે તેને અટકાવવા સહિતની માંગ સાથે 3 ફેબ્રુઆરી 2024 ના રોજ આ આવેદન પત્ર મોકલવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.