જસદણ બેઠક માટે ભાજપના દાવેદાર ધીરૂભાઈ રામાણી તેમજ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયાએ ફોર્મ ઉપાડતા રાજકીય ગરમાવો
જસદણ વિધાનસભા બેઠક માટે અત્યાર સુધીમાં કુલ જસદણ ચૂંટણી શાખામાંથી ઉપડ્યા છે જેમાં જસદણના પૂર્વ ૪૬ ફોર્મ અપક્ષ ધારાસભ્ય ભીખાભાઈ ભીમજીભાઇ બાંભણિયાએ તેમજ ભાજપની સેન્સમાં દાવેદાર રહી ચૂકેલા જસદણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ કમળાપુરના સરપંચ અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ધીરુભાઈ બચુભાઈ રામાણીએ ફોર્મ ઉપાડતા જસદણ વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાદ અને ચકાસણી તેમજ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે અત્યાર સુધીમાં કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ, આપના તેજસ ગાજીપરા, અપક્ષ દેવરાજભાઈ મકવાણા, અને બહુજન સમજ પાર્ટીના દિનેશભાઈ રાઠોડ એમ કુલ ચાર વ્યક્તિએ જસદણ બેઠક માટે ફોર્મ ભર્યા છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.