બોટાદ જિલ્લાના લીંબોડા ગામ ખાતે રક્તદાન મહાદાન ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું - At This Time

બોટાદ જિલ્લાના લીંબોડા ગામ ખાતે રક્તદાન મહાદાન ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું


બોટાદ જિલ્લાના લીંબોડા ગામ ખાતે રક્તદાન મહાદાન ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

બોટાદ જિલ્લાના લીંબોડા ગામ રક્તદાન મહાદાન ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જેઓ બોટાદ જિલ્લામાં 3.5 વર્ષથી સર્વજ્ઞાતિ સેવા કરી રહ્યાં છે આ ગૃપ દ્વારા સિધા દર્દીના સંર્પકમા રહીને દર્દીઓ સુધી 2500+ થી વધારે લોહી પોહચડેલ છે અને આજે ગ્રુપ દ્વારા પ્રથમ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં લીંબોડા ગામ અને આજુબાજુના વિસ્તારના ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરીને 100+ થી પણ વધારે બોટલ રક્તદાન કરીને સારું એવું રક્તદાન નું કાર્ય પૂર્ણ કર્યું.ખાસ વાત એ છે કે મોટી ઉંમરના ભાઈઓ અને મહિલાઓ એ પણ રક્તદાન કરીને સમાજને જાગૃતતા માટેનો મેસેજ આપ્યો કે રક્તદાન કરીને બીજાનું જીવન બચાવો.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.