પંચશીલ હાઈસ્કૂલ ખાતે લુણાવાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ
મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલ પંચશીલ હાઈસ્કૂલ ખાતે આજરોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.જેમા તાલુકાની વિવિધ સ્કુલના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.આજ રોજ પંચશીલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ‘કલા મહાકુંભ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ, નિબંધ, ચિત્ર, ભજન, લોકગીત, લગ્નગીત, એકપાત્રિય અભિનય, રાસ, ગરબા, લોકનૃત્ય વગેરે સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અલગ અલગ વય કક્ષાના સ્પર્ધકોએ ભાગ લઈને પોતાની કલાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ કલા મહાકુંભમાં તાલુકાની પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત ઓપન કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચશીલ ગર્લ્સ હાઈસ્કૂલના વ્યાયમ શિક્ષક અને તાલુકા કન્વીનર સંદીપભાઈ પટેલ તેમજ સ્ટાફ ગણ
દ્વારા સફર આયોજન કરવામાં આવેલ હતું.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.