રાજકોટના હીરાસરમાં 2500 એકરમાં હાઇટેક સુવિધા, 7 બોર્ડિંગ ગેટ, 3 એરોબ્રિજ. - At This Time

રાજકોટના હીરાસરમાં 2500 એકરમાં હાઇટેક સુવિધા, 7 બોર્ડિંગ ગેટ, 3 એરોબ્રિજ.


વિકાસની હરણફાળ ભરતું ગુજરાત દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હાઇટેક સુવિધાઓથી સજ્જ છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસર ગામ ખાતે 2500 એકર જમીન પર ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે, જેમાં એરપોર્ટ પર સમાંતર બે ટેક્સી-વે, એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો, MRO/હેન્ગર્સની સુવિધા છે. 2500 એકરમાંથી 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, તો 250 એકર ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને 250 એકર જમીનનો એવિએશન પાર્ક માટે ઉપયોગ કરાયો છે. તો આવો... જોઈએ GUJARAT NEXTના આ વીડિયોમાં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટની તૈયારીઓની એક ઝલક.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.