ગૃહકલેસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

ગૃહકલેસથી કંટાળી યુવકનો ફાંસો ખાઈ આપઘાત


મનહરપુરમાં આવેલ યશરાજનગર-2 માં દેવપુષ્પા એપાર્ટમેન્ટમાં રહેતાં નરેશભાઈ માવજીભાઈ જોકિયા (ઉ.વ.43) એ ગઈકાલે પોતાના ઘરે 11 વાગ્યાની આસપાસ પંખાના હુકમાં દુપટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતાં પરિવારજનોએ 108 ને જાણ કરતાં 108 ના ઈએમટીએ યુવકને તપાસી મૃત જાહેર કર્યા હતાં.
બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતક યુવક મિસ્ત્રીકામ કરતાં અને સંતાનમાં એક પુત્ર છે. મૃતકને કામધંધામાં હાલ મંદી હોય અને ઘરમાં પરિવાર સાથે થતાં ઝઘડા અને ગૃહક્લેશથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.