ગંગાનગર ગામ નો યુવાન ભારતીય સેના માં ટ્રેનિંગ પુરી કરી પોતાના વતન ફરતાં ગ્રામજનો એ સ્વાગત કર્યું. - At This Time

ગંગાનગર ગામ નો યુવાન ભારતીય સેના માં ટ્રેનિંગ પુરી કરી પોતાના વતન ફરતાં ગ્રામજનો એ સ્વાગત કર્યું.


મેર કિરણભાઈ એ ભારતીય સેના માં જોડાઈ સમગ્ર ઝાલાવાડ પંથકમાં નું નામ રોશન કર્યું હતું.
સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકા નાં એક પંખીના માળા જેટલા નાનકડા એવા ગંગાનગર ગામના શ્રમજીવી ખેડૂત પરિવારના મેર સેઘાભાઈ વાઘાભાઈ ના પુત્ર મેર કિરણભાઈ સેઘાભાઇ પેરા મિલિટરીની S S B ની ટ્રેનિંગ પુર્ણ કરી પોતાના વતનમાં પરત આવતા ગામ લોકો તથા સગા સ્નેહી જનો એ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી ઉમળકાભેર તેમનું સ્વાગત અને સામૈયા કરવામાં આવ્યા હતા. સમગ્ર મેર પરિવાર જનો માં આનંદ ની લાગણી ફેલાઇ હતી. કિરણભાઈ તેમની રજા પુર્ણ થાય ત્યાર બાદ દેશ સેવામાં બિહાર મુકામે માંભોમની સેવામાં હાજર થશે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.