જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લેતા નાવદ્રા સરકારી શાળાના વિદ્યાર્થીઓ - વહીવટી તંત્રના જુદા-જુદા વિભાગની કામગીરીથી વિદ્યાર્થીઓ માહિતગાર થયાં - At This Time

જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લેતા નાવદ્રા સરકારી શાળાના વિદ્યાર્થીઓ —————- વહીવટી તંત્રના જુદા-જુદા વિભાગની કામગીરીથી વિદ્યાર્થીઓ માહિતગાર થયાં


જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લેતા નાવદ્રા સરકારી શાળાના વિદ્યાર્થીઓ
----------------
વહીવટી તંત્રના જુદા-જુદા વિભાગની કામગીરીથી વિદ્યાર્થીઓ માહિતગાર થયાં
----------------
ગીર સોમનાથ, તા.૧૯: જિલ્લા વહીવટી તંત્ર અને સરકારની વિવિધ કામગીરીથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેવા હેતુસર શ્રી નાવદ્રા સરકારી શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેલ કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી.

શ્રી નાવદ્રા સરકારી શાળાના ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી હસ્તકના જુદા-જુદા વિભાગની મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેકટર કચેરીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને એ.ડી.એમ શાખા, પી.આર.ઓ શાખા, પ્રોટોકોલ વિભાગ, રજીસ્ટ્રી વિભાગ વગેરે અલગ અલગ વિભાગની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.