ધોળકા ખાતે સાંસ્કૃતિકપુસ્તક નુ લોકાર્પણ કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લા ના ધોળકા તાલુકા ના બગોદરા ના અજીત વાઘેલાના પુસ્તક 'ભાતીગળ ભાલ એક રૂડો પ્રદેશ' નામના સાંસ્કૃતિક પુસ્તક નું લોકાર્પણ ગ્રામ્ય ગુર્જરી કલા સંસ્થા દ્વારા શ્રી મતી આર.વી. શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ ધોળકા કોલેજ રાખવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં ઘણી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ સંસ્થાના તમામ ગુરૂ જનો હાજર રહ્યા હતા. ખુબ લાંબા સમયથી પુસ્તક વિમોચનની રાહ જોયા કરતો હતો. તે ૯મી માર્ચે અદભુત પૂર્વક સફળ રહ્યો હતો. પુસ્તક નું લોકાર્પણ ધોળકા એજયુકેશન સોસાયટી ના પ્રમુખ શ્રી મુકેશ ભાઈ પટેલ સાહેબ, g.c.r.t.e.ગાંધીનગરથી શ્રી ડો. પંકજ ભાઈ સાહેબ, શ્રી નાથાભાઈ ચુનારા સાહેબ,સંસ્થાના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી ધીરુભાઈ પટેલ સાહેબ, શ્રી મનહર ભાઈ પટેલ સાહેબ,શ્રી ઇશ્વર ભાઈ પટેલ સાહેબ,ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ પંચાલ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ગુરૂશ્રીઓમાં શ્રી રામજીભાઈ પ્રજાપતિ સાહેબ,વી. ડી. ઝાલા સાહેબ,ચંદુભાઈ પ્રજાપતિ સાહેબ, સુમિતભાઈ ચૌહાણ સાહેબ,શ્રી દેશલભાઈ ભાઈ પગી સાહેબ,શ્રી ત્રિલોક ઇનામદાર સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને સૌના અઢળક આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. બગોદરા અને અન્ય ગામોમાંથી ઉત્સુક વડીલો અને મિત્રો પણ પધારેલ હતાં. ભાલ પ્રદેશની ઝાંખી કરાવતું ભાલ દર્શન પ્રદર્શન પણ ઊભું કરવામાં આવ્યું હતું. ચા,પાણી અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન મારા પરમ મિત્ર શ્રી શાર્દૂલ ભાઈ તળપદા સાહેબે કર્યું હતું. તેમની કામગીરી અને ભાલનું લોકગીત, સંગીત થી સૌ મંત્રમુગ્ધ બન્યાં હતાં.સાથે મિત્ર શ્રી અશોક શ્રીમાળી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.