ધંધુકા તાલુકાના મોટા ત્રાડિયા ગામે વૃધ્ધ દાદી અને તરૂણની ન્યાય માટે પુકાર.
ધંધુકા તાલુકાના મોટા ત્રાડિયા ગામે વૃધ્ધ દાદી અને તરૂણની ન્યાય માટે પુકાર.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના મોટા ત્રાડિયા ગામનો તરૂણ સુમિત અને તેની વૃધ્ધ દાદીમા તેના પિતાનું અવસાન થતાં ચાંગોદર ની યુનિસન કંપની પાસે વળતર ની માંગ જંખી રહયા છે.
૧૧ વર્ષનો સુમિત હાલમાં નિરાધાર છે અને ધોરણ ૬ માં અભ્યાસ કરે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છેવાડાના ગામ મોટા ત્રાડિયા ના રહેવાસી હીરાભાઈ ગાંડાભાઈ વેગડા પોતાનું ગુજરાન ચલાવવા માટે ચાંગોદર ખાતે આવેલી યુનિસન કંપનીની કેન્ટીન માં નોકરી કરતા હતા ત્યારે તારીખ ૧૮/૦૬/૨૦૨૩ ના રોજ હીરાભાઈ કંપનીમાં સીડી પર થી પડી જતાં તેમણે સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની સારવાર કારગત ન નિવડતા હીરાભાઈ નું તારીખ ૨૫/૦૬/૨૦૨૩ ના રોજ ૩૬ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું અને આ અંગે અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
આ અંગે જો વાત કરવામાં આવે તો હાલમાં મૃતકનો ૧૧ વર્ષ નો તરૂણ દિકરો સુમિત તેની વૃધ્ધ દાદીમા જીતુબેન સાથે રહીને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરે છે.સુમિતના માતા અને પિતા બંને નું અવસાન થતા હાલમાં તે નિરાધાર છે.હાલમા તે તેની વૃધ્ધ દાદીમા સાથે રહીને પોતાની જિંદગી ગુજારી રહયો છે.હાલમા તેની દાદીમા જીતુબેન ની ઉંમર પણ ૭૩ વર્ષથી વધારે હોવાથી તે પણ મજુરી કામ માટે જઈ શકે તેમ નથી.આ સુમિત અને તેની વૃધ્ધ દાદીમા દ્વારા યુનિસન કંપની સામે કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર મેળવવા લેબર કોર્ટમાં દાવો કરેલ છે તેમ છતાં આજદિન સુધી કોર્ટ દ્વારા કે યુનિસન કંપની દ્વારા મૃતકના વારસદારોને એક પણ રૂપિયા નું વળતર આપવામાં આવ્યું નથી તેથી હાલના આ મોંઘવારીના સમયમાં તેમને જીવન જીવવું ખૂબ જ કઠીન બન્યું છે.તેથી વહેલી તકે સુમિત અને તેની વૃધ્ધ દાદીમા કોર્ટ અને કંપની સામે એકીટસે વળતર ની માંગ જંખી રહયા છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.