ધંધુકા APMC હોલ ખાતે અંગદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા APMC હોલ ખાતે અંગદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા APMC હોલ ખાતે અંગદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રણેતા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના મા.શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા)

અમદાવાદ જીલ્લા ના ધંધુકા APMC હોલ ખાતે અંગદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 17 સપ્ટેમ્બરના રોજ આવનાર જન્મદિવસ નિમિત્તે તારીખ 1 થી 17 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં અંગદાન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે આજે ધંધુકા APMC હોલ ખાતે અંગદાન જનજાગરણ કાર્યક્રમ યોજાયો.

ધંધુકા APMC હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દિલીપભાઈ દેશમુખજી એ જણાવ્યું હતું કે, આજે દેશમાં 5 લાખ લોકો વિભિન્ન અંગો માટે પ્રતીક્ષામાં છે. ત્યારે એક મનુષ્ય ચાર પ્રકારનું દાન કરી શકે છે. રક્તદાન, ચક્ષુદાન, મૃત્યુબાદ દેહદાન અને જરૂરિયાત મુજબ અંગોનું દાન એટલે અંગદાન. એટલે પ્રથમ ત્રણ દાન લોકો આપે છે પરંતુ અંગદાન માટે જનજાગરણ જરૂરી છે. બ્રેઈન ડેડ વ્યક્તિ પાંચ અંગોનું દાન આપી શકે છે. આ વિષય લોકો સુધી પહોચાડવા તેમણે યુવાનોને અપીલ કરી હતી. વધુ માં જણાવ્યું હતું કે તમારા અંગો ની ચિંતા કરો બીજું એ છે કે તમારું એક્સિડેનટલ ડેથ ના થાય એની ચિંતા કરજો તમે બ્રેઈનડેડ થાવ એ મારી ઈચ્છા નથી આપના કોઈ પરિચિત બ્રેન્ડડેડ થાય તો એમને સમજાવાની કોશિશ કરજો એને મનાવજો તો એ એક માંથી અનેક પક્રિયા બનવાનું ચાલુ થશે.આપના કોઈ દેશ વાસીઓની દેન થી જિંદગી બચી જશે એ વાત કરવા આવ્યો છું.જેમ કુદરતી મૃત્યુ પછી અપડે શરીર પર થી દાગીના ઉત્તરી લઈએ છીએ તો અપડા કોઈ બ્રેઈન ડેડ થાય ત્યારે અથવા તો કોઈ મૃત્યુ થાય ત્યારે ભગવાને આપેલા દાગીના કેમ ઉતરી નથી લેતા તેમ જણાવ્યું હતું

આજે અંગદાન વિષે સમાજમાં જનજાગરણની આવશ્યકતા છે જે અંગે યુવાનો આગળ આવે આ પણ એક રાષ્ટ્ર સેવાનું ભગીરથ કાર્ય છે. આ પ્રસંગે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ અમદાવાદ ગ્રામ્ય એસ પી અમીત વસાવા સાહેબ ,APMC ના ચેરમેન ચેતનસિંહ ચાવડા, પોલીસ સ્ટાફ ડોક્ટરો તેમજ વકીલો, તેમજ પત્રકારો , ભાજપા અગ્રણી કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.