*તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજીંજવા ગામમાં કલેકટરશ્રીનું મેગા ડિમોલિશન*
*તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજીંજવા ગામમાં કલેકટરશ્રીનું મેગા ડિમોલિશન*
------
*ઘુસિયામાં ૫૬ કોમર્શિયલ, ૧૪ રહેણાંક અને ૨ ધાર્મિક તથા માલજીંજવામાં ૨૪ કોમર્શિયલ, ૨ રહેણાંક અને ૧ ધાર્મિક સહિત ૯૯ દબાણો દૂર કરાયા*
---------------
*આશરે રૂ.૫.૫૨ કરોડની જમીન ખુલ્લી કરાઈ*
------
ગીર સોમનાથ,તા.૧૫:
કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ડેમોલિશનનું અભિયાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત આજે તાલાલા તાલુકાના ઘુસિયા અને માલજીંજવા ગામે કોમર્શિયલ રહેણાંક અને ધાર્મિક દબાણ અને દૂર કરવામાં આવ્યાં હતાં.
જેની વિગત જોઈએ તો, ઘુસિયામાં ૫૬ કોમર્શિયલ, ૧૪ રહેણાંક અને ૨ ધાર્મિક જગ્યાઓની આશરે ૩૦,૩૫૨ ચોરસ મીટર તથા માલજીંજવામાં ૨૪ કોમર્શિયલ, ૨ રહેણાંક અને ૧ ધાર્મિક જગ્યાની આશરે ૩,૫૦૦, ચોરસ મીટર જમીન સહિતના ૯૯ દબાણો દૂર કરીને આશરે રૂ.૫.૫૨ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આજે બપોરેના સમયે સાત જેસીબીની મદદથી વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે રસ્તા પર નડતરરૂપ આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.
દબાણ દૂર કરવા સમયે પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. ખેંગાર, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુનિલ મકવાણા, તાલાલા મામલતદાર શ્રી બી.એચ. કુબાવત, પીજીવીસીએલ સહિતના અન્ય વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.