ચકલી (હાઉસ સ્પેરો) બચાવવાનો નાનકડો પ્રયત્ન
ચકલી (હાઉસ સ્પેરો) બચાવવાનો નાનકડો પ્રયત્ન
ભાવનગર યુવા કેરિયર એકેડમી ચકલી (હાઉસ સ્પેરો) બચાવવાનો નાનકડો પ્રયત્ન ઘરની ચકલી લુપ્ત થવાના આરે છે. પ્રથમ ચકલી દિવસ 2010માં વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ ચકલી દિવસ નિમિતે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ચકલીના માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું.
આજે તાપમાન નો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે આપણે પણ આ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા એક નાનો પ્રયાસ કરીયે અને આપણાં ઘરની આસપાસ ચકલીઓને અનુકૂળ વાતાવરણ મળે તેવા પ્રયાસ કરીયે. તેમને પાણી પીવા માટે કુંડાની વ્યવસ્થા અને ખાવા માટે બાજરી અથવા કણકીના દાણાની વ્યવસ્થા કરીયે અને આ માટે યુવા કેરિયર એકેડમી (ભાવનગર સ્થિત) સતત પ્રયત્નશીલ છે તેના ભાગ રૂપે આજ આજ યુવા કેરિયર એકેડમી દ્વારા પરબડી એટલે કે કુંડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર્શક ધાંધલા , તુષાર ગઢવી અને કાર્તિક જાની વગેરે જોડાયા હતા જેમાં 500 કુંદાનું વિતરણ કરવામાં આવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.