150 ફુટ રોડના વન વર્લ્ડ બિલ્ડીંગની 92 મિલ્કતને જપ્તી અને 166 આસામીને પ્રોફે. ટેકસની નોટીસ
વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત આજે મનપા દ્વારા જુદા જુદા વિસ્તારમાં 27 મિલ્કતો સીલ કરવામાં આવી છે જયારે 114 મિલ્કતને ટાંચ જપ્તી નોટીસ અપાઇ છે. સાથે જ વધુ 7 નળ જોડાણ કાપવામાં આવતા આજે વેરાની રીકવરી વધીને રૂા.53.33 લાખ થઇ છે.
150 ફુટ રોડ પર બીઆરટીએસ બાજુમાં શીતલ પાર્ક નજીક વન વર્લ્ડ નામનું વિશાળ બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગમાં 9ર મિલ્કતોને બાકી વેરા બદલ ટાંચ જપ્તીની નોટીસ આપવામાં આવી છે. જયારે બાજુની બી વિંગમાં બેસતા 166 મિલ્કતધારકોને પ્રોફેશ્નલ ટેકસ ભરવા નોટીસ ફટકારવામાં આવી છે.
આજે વોર્ડ નં.6માં 50 ફુટ રોડ, વોર્ડ નં.9માં યુનિ. રોડ પર 3, વોર્ડ નં.15ના નવા થોરાળા, 80 ફુટ રોડ પર એક-એક મળી કુલ 7 નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જયારે વોર્ડ નં.1ના રૈયા રોડ, વોર્ડ નં.2ના એરપોર્ટ રોડ, વોર્ડ નં.6ના ભાવનગર રોડ, વોર્ડ નં.8-10ના કાલાવડ રોડ, વોર્ડ નં.11ના 150 ફુટ રોડ, વોર્ડ નં.12ના મવડી અને સુખસાગર, ગોકુલનગર, વોર્ડ નં.13ના ચામુંડાનગર, વોર્ડ નં.15માં આજી ઔદ્યોગિક વસાહત, કોઠારીયા બાયપાસ, નેશનલ હાઇવે, વોર્ડ નં.16ના મેહુલનગર, કોઠારીયા રોડ, વોર્ડ નં.18ના ગોંડલ રોડ અને કોઠારીયા રોડ પર મિલ્કત સીલની કાર્યવાહી કરતા રીકવરી થઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.