નિર્માલ્ય સાબિત થયેલ ભા.જ.પ.ના નેતાઓ દામનગરમાં મહુવા – સુરત અને મહુવા – બાંદ્રા ટ્રેનને સ્ટોપ અપાવી શકતા નથી
નિર્માલ્ય સાબિત થયેલ ભા.જ.પ.ના નેતાઓ દામનગરમાં મહુવા - સુરત અને મહુવા - બાંદ્રા ટ્રેનને સ્ટોપ અપાવી શકતા નથી
અમરેલી કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સ્ટોપ અપાવે એવી બુલંદ માંગ છે અમરેલી જિલ્લામાં ભા.જ.પ.ના મોટા ગજાના આગેવાનો છે,વળી રાજ્ય સભા અને લોક સભા એમ બે સાંસદો ભા.જ.પ.ના પુરષોતમ રૂપાલા અને નારણ કાછડીયા છે સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી એમ કુલ મોટાગજા ના જમીન થી લઈ અસમાન સુધી ઉંચી શાન ધરાવતા આ આગેવાનો દામનગર માં મહુવા - સુરત અને મહુવા - બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળે એમાં કેમ રસ ધરાવતા નથી.જ્યાર થી આ બંને ટ્રેન આ રૂટ પર શરૂ થઈ ત્યાર થી દામનગર શહેર અને ૧૫ કી.મી.વિસ્તારના ગામડાના લોકોને અંદાજીત ૭૦ હજારની આસપાસ વસ્તી ધરાવતા લોકોને આ બંને ટ્રેનો નો ઘર આંગણે થી લાભ મળે એવી રજૂઆતો થઈ છે.સાંસદને દામનગર પ્રત્યે કેમ અણગમો છે...!!?કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે કે...પછી,રાજકારણ કરી રહ્યા છે...એવા અનેક સવાલો થઈ રહ્યા છે..દામનગર માત્ર છ કી.મી.નજીક આવેલ સ્વયં પ્રગટ ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરે કાયમ હજારો દર્શનાર્થીઓ મુંબઈ,વલસાડ,વાપી,નવસારી,સુરત,અને દક્ષિણ ગુજરાતના લોકો આવે છે... કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ ભુરખીયા હનુમાનજી દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે ને અવાર - નવાર દાદાના દર્શને આવે છે.ભા.જ.પ.ના દેખાડવાના અને ચાવવાના જુદા છે...વળી ભુરખીયા હનુમાનજી મંદિરનો ગુજરાત પવિત્ર યાત્રા ધામમાં સમાવેશ થયેલ છે ને.ને આ મંદિર પરિસરમાં વિકાસ માટે ગુજરાત સરકાર તરફથી ગ્રાન્ટ મળી રહી છે. સ્થાનિક થી લઈ ને કેન્દ્ર સરકારમાં ભા.જ.પ.ના લોકો બેઠા છે તેઓ ને ખબર છે કે દામનગર અને આજુબાજુના ૨૦ થી વધુ ગામના લોકો દામનગર થી સુરત ( દક્ષિણ ગુજરાત) અને મુંબઈ સુધી કાયમ ૧૦૦૦ થી વધુ કામ ધંધા અને સામાજીક કામો માટે અવર - જવર કરે છે.ખાનગી વાહનોમાં મુસાફરી કરે છે....આ બને ટ્રેનને સ્ટોપ અપાવવામાં સ્થાનિક નેતાગીરી નિષ્ફળ પુરવાર થઈ છે એવી ચર્ચા છે..!! લીલીયા અને નીંગાળા ગામ દામનગર શહેર કરતાં પણ વસ્તીની દ્રષ્ટિએ ખુબજ નાના છે.શું અધિકારીઓ ને માત્ર પગારમાં રસ છે જનતાને સુવિધા મળે એમાં રસ નથી..!!? ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી એટલે ભા.જ.પ.ના લોકો મત ની આજીજી કરવા આવશે....ખંધા અને જાડી ચામડીના રાજકારણીઓ પોતાનો હેતુ સિદ્ધ થઈ જાય પછી,જનતાની સમસ્યાઓ અને માંગણીઓને નજર અંદાજ કરે છે....દામનગર અને આજુબાજુના ગામના લોકોની એકજ માંગ છે કે આ બંને ટ્રેનો ને દામનગરમાં સ્ટોપ આપવામાં આવે.દામનગર શહેર પત્રકાર સંઘે પણ ડી.આર.એમ.ભાવનગરને લેખિતમાં બે મહિના પહેલા રજુઆત કરી છે કોઈ સંતોષકારક જવાબ નથી.ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ અને સફેદ કપડાં વાળા રાજકારીઓ દામનગર ના લોકો પ્રત્યે કેમ લાગણી ધરાવતા નથી એવા મનમાં સવાલો ઉઠે છે...!! ભૂતકાળમાં કોંગ્રસના લોકોએ આ પ્રશ્નને આંદોલન કર્યું હતું તેને રોકવામાં પણ ભૂંડી ભૂમિકા ભજવવા વાળા કોણ તે કોણ નથી જાણતું...!! ટૂંકમાં આ બંને ટ્રેનને દામનગરમાં સ્ટોપ આપી રેલ્વે તંત્રને મોટી આવક શરૂ થઈ જશે એમા શંકાને કોઈ સ્થાન નથી...
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.