ધંધુકા થી ભીમનાથ મહાદેવ 11 મી કાવડ યાત્રા સફળ - At This Time

ધંધુકા થી ભીમનાથ મહાદેવ 11 મી કાવડ યાત્રા સફળ


ધંધુકા થી ભીમનાથ મહાદેવ 11 મી કાવડ યાત્રા સફળ
ભોળાનાથને રીઝવવા શિવભક્તો કરે છે કાવડ યાત્રા
કાવડ યાત્રા તપ, કષ્ટ અને સમર્પણ ભાવનો વિશેષ મહિમા
મોક્ષની પ્રાપ્તિ માટે કાવડ યાત્રા કરાતી હોવાની માન્યતા
ભગવાન રામ, પરશુરામ, રાવણે પણ નિભાવી હતી આ પરંપરા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાવડયાત્રાની શરૂઆત ભગવાન પરશુરામે કરી હતી. તેઓ સર્વ પ્રથમ કાવડ લાવ્યા હતા. તેઓ ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા હતા અને તે ગંગાજળથી શિવલિંગનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ શ્રાવણ મહિનામાં કાવડમાં ગંગાજળ લાવી મહાદેવનો જળ અભિષેક કર
વાની આ પરંપરા શરૂ થઈ હતી ત્યારે વર્ષોથી ચાલતા ધંધુકા ખોડીયાર મંદિરે થી ચાલુ વરસાદે પગ પાળા મોટી સંખ્યામાં કાવડ યાત્રા લઈ ભીમનાથ મહાદેવ પહોંચીયા હતા. પ.પુ જનકસિંહ સાહેબ સાથે હતા. અને ત્યાં દરેક કાવડ લઈને ગયેલ ભાઈઓની આગતા સ્વાગતા પ.પુ આશુતોષગીરીજી ગોસ્વામીએ દ્વારા કરવામાં આવ્યું હતું. બધા ભક્તો એ ભીમનાથ મહાદેવ ની પુજા અર્ચના કરી કાવડમાં ગંગાજળ લાવેલ ભીમનાથ મહાદેવનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા માં ઉપેન્દ્રસિંહ ચાવડા, પ્રભાતસિંહ સોલંકી, સહદેવસિંહ સોલંકી, વનરાજસિંહ ચાવડા , દાજીભા સોલંકી ઘનશ્યામભાઈ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.