ખુશીના દીપ નું પ્રાગટ્ય કરતું મેંજમેન્ટ એટલે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ બોટાદ - At This Time

ખુશીના દીપ નું પ્રાગટ્ય કરતું મેંજમેન્ટ એટલે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ બોટાદ


(કનુભાઈ ખાચર દ્વારા )
1008 મહામંડલેશ્વર નિર્મળાબા અને ભયલુબાપુ ની પ્રેરક પ્રેરણા થી અજવાળાં અને ઉત્સવ ના દિવસોમાં દિપાવલી પર્વ નિમિત્તે શાળા મેનેમેન્ટ નું ઉમદા કાર્ય. આ પાવન પ્રકાશના પર્વ ની શુભેચ્છા અને કર્મઠ શિક્ષક ગણ અને શાળા ના તમામ કર્મચારી ભાઇ,બહેનો ને કરુણાવાદી અને માનવીય અભિગમ ધરાવતા કર્મચારીના દુઃખે દુઃખી અને કર્મચારીના સુખે સુખી એવું સરળ વ્યક્તિત્વ ધરાવતા માનનીય મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ચાંદપરા પોતાના ઔદાર્ય ભર્યા માનવીય અભિગમથી તથા માનનીય ટ્રસ્ટી મહાવીરભાઇ ખાચરની ઉમદા સખાવતથી તમામ કર્મચારીઓ ને એક ઉત્તમ ક્વોલિટી ની સુંદર પોર્ટફોલિયો / લેપટોપ બેગ અને અને સુરતની પ્રસિદ્ધ મીઠાઈ કર્મચારીઓને આપી તેના જીવનમાં મીઠાશ ની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે શિક્ષકો - કર્મચારીને બિરદાવવા માટે ગાયત્રી બા ની પાવન ઉપસ્થિતિ સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારી સોલંકી સાહેબ, P.I. સાહેબ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી પ્રવીણ ભાઈ ખાચરે શિક્ષકો ના ઉમદા ગુણો ની સમીક્ષા કરી હતી. તેમજ નીરુભા ગઢવી શિક્ષક તુલના સુમતિ ના દ્યોતક તરીકે વર્ણવી હતી અરવિંદભાઈ ચાંદપરાએ પોતાની આગવી શૈલીમાં શિક્ષક ધર્મ ની કર્મઠતા સુંદર વાત કરી હતી. ડાયરેક્ટર સંજયભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું સમીક્ષા રૂપ સંચાલન કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ વી.કે.મહેતા મેનેજમેન્ટના ઉમદા મૂલ્યો અને સિદ્ધાંતો ને પોતાના વક્તવ્યમાં પરિભાષિત કર્યા હતા. સમગ્ર કર્મચારી પરિવારે સાથે ભોજન લીધું હતું. અને શાળા મેનેજમેન્ટ તથા પાળીયાદ ના ઠાકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.