ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ


ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.તા.૦૫/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપી પકડવા માટે પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે,વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અભિષેકભાઇ જેન્તીલાલ જેતપરીયા રહે.માણાવદર જી.જુનાગઢવાળો સફેદ કલરનો દુધીયા તથા કાળા કલરની નાની ડીઝાઇનવાળો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને વલ્લભીપુર ચોકડી, બજરંગ હોટલ પાસે ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.નાસતાં-ફરતાં આરોપીઃ-
અભિષેકભાઇ જેન્તીલાલ જેતપરીયા ઉ.વ.૩૪ રહે.વેરાવળ બેંકની બાજુમા, કુંભારવાડા, માણાવદર જી.જુનાગઢ

*નાસતાં-ફરતાં આરોપીને પકડવાના બાકી ગુન્હોઃ-*
વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૮૦૬૫૨૩૦૧૬૦/૨૦૨૩ પ્રોહી. એક્ટ કલમઃ-૬૫(એ),(ઇ), ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલાસાહેબ તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા, બ્રિજરાજસિંહ ગોહિલ


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.