બોટાદ નગરપાલિકાના ડમ્પીંગ સ્ટેશનમાં દિવાળી ના દિવસે આગ લાગતા ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યાં
(અજય ચૌહાણ દ્વારા)
બોટાદમાં સાળંગપુર રોડ કપલીધાર પાસે ડમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ ડમ્પિંગ સ્ટેશનમાં બોટાદ જિલ્લાનો ભિનો સુકો તમામ કચરો ઠેલાવવામાં આવે છે. જ્યારે દિવાળીના દિવસે આ ડમ્પીંગ સ્ટેશનમાં આગ લાગવાને કારણે આજુબાજુના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાય ગયા હતા. સ્થાનિકોનું એવું કહેવું છે કે આ કોઈ ફટાકડાથી આગ લાગી નથી પણ લગાડી દેવામાં આવી છે. અવારનવાર કચરો સળગાવી દેવામાં આવે છે જેના કારણે આસપાસના વિસ્તારના લોકોને શ્વાસોશ્વાસની તકલીફ અને અન્ય બીમારીઓ સામનો કરવો પડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.