હિંમત હાઇસ્કુલ, હિંમતનગરનું ગૌરવ....... કાશી વિકાસ સંકુલ દ્વારા સ્વસ્તિક વિદ્યાલય, - At This Time

હિંમત હાઇસ્કુલ, હિંમતનગરનું ગૌરવ……. કાશી વિકાસ સંકુલ દ્વારા સ્વસ્તિક વિદ્યાલય,


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરનું ગૌરવ.......
કાશી વિકાસ સંકુલ દ્વારા સ્વસ્તિક વિદ્યાલય, જલારામ મંદિર પાસે, હિંમતનગર મુકામે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. જેમાં શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલના માર્ગદર્શન નીચે શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા પાંચ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. જેમાં એક પ્રોજેક્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી થઈ છે. જેમાં વિભાગ 2 : પરિવહન અને સંદેશા વ્યવહારમાં કૃતિ તરીકે આલ્કોહોલ ડિટેકશન કટ ઓફ એન્જિન મુકવામાં આવ્યું હતું. જેમાં બાળ વૈજ્ઞાનિક તરીકે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના યુગ.વી.ચાવડા અને સંજના.જે.પટેલએ પ્રોજેક્ટ તૈયાર કર્યો. માર્ગદર્શક તરીકે શ્રી પી.એમ.પટેલએ જવાબદારી નિભાવી હતી. આ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીને હિંમતનગર કેળવણી મંડળ અને શાળા પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image