બોટાદ વેપારીઓને વ્યવસાયવેરો ભરવા તથા શોપ રજીસ્ટ્રેશન કરવા તાકીદ
(કનુભાઈ ખાચર દ્વારા )
આથી બોટાદ નગરપાલિકા વિસ્તારમાં દરેક પ્રકારનો વેપાર ધંધો કરતા વેપારીઓને જણાવવામાં આવે છે કે બોટાદ નગરપાલિકાના વહીવટદાર તથા ચીફ ઓફિસરની સુચના અનુસાર બોટાદ નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર રાજુભાઈ ડેરૈયા દ્વારા ગુમાસ્તાધારાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં જે વેપારીઓએ શોપ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેને સ્થળ પર જ નોટીસ આપવામાં આવેલ અને જે વ્હેપારીઓને શોપ રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેઓએ તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી જવું નહીતર ગુજરાત રાજય શોપ એક્ટ અધિનિયમ-૨૦૧૯ ની કલમ-૨૮ ની જોગવાઈ મુજબ રૂપિયા ૧૦૦૦૦/- સુધીની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ વર્ષ ૨૦૨૪/૨૫ નો વ્યવસાયવેરો તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં ભરી જવો નહીતર ગુજરાત રાજય વ્યવસાયવેરા અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૧ ની જોગવાઈ મુજબ ૧૮% દંડનીય વ્યાજ સાથે વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. તેવું બોટાદ નગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.